તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:જામનગર-ખંભાળિયામાં ખેડૂત વિરોધી કાયદા રદ્દ કરવા આવેદન

ખંભાળિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
જામનગર - Divya Bhaskar
જામનગર
 • જામનગરમાં કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેતાં કોંગ્રેસના ધરણા

ખેડૂત વિરોધી કાયદા સામે દિલ્હીમાં કિશાનોની 28 જેટલી સંસ્થા દ્વારા ચાલી રહેલા આંદોલનને કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરાયા બાદ શુક્રવારે દ્વારા જામનગરમાં પણ દેખાવ કરી રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર અપાયું હતું. કોંગ્રેસના આવેદન વેળાએ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ કલેકટર કચેરીના પટાંગણમાં ધરણાં પર બેસી સૂત્રચ્ચારો કર્યા હતા.

ખંભાળિયા
ખંભાળિયા

કોંગ્રેસ આવેદન્રમાં રાષ્ટ્રપતિનું ધ્યાન ખેંચ્યું છે કે, કેન્દ્ર સરકારે કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા અને ભાગ્ય વિધાતા કિશાન અને ખેતમજુરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠ્ઠીભર મુડીપતિઓના હાથમાં ગિરવે રાખીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. આ કાળા કાયદા પસાર કરાવી લેતા વિરોધ-વંટોળ ભભુકયો છે. ખેડૂતોના ટેકામાં જામનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી તેના પહેલે દરવાજા બંધ કરી દેવામાં આવતા ધરણાં પર બેસી સૂત્રોચ્ચારો પોકાર્યા હતા. બીજી બાજુ ખંભાળિયામાં પણ ખેડૂત વિરોધી કાયદા મામલે કોંગ્રેસીઓએ આવેદન આપ્યું હતું.

દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા કૃષિ બીલના કાયદાના વિરોધમાં કાર્યક્રમ યોજ્યો હતો અને આ કાયદાઓ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા સેવા સદન પાસે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગી અગ્રણીઓ યાસીનભાઈ ગજ્જણ, દેવુભાઈ ગઢવી, રાકેશ નકુમ, જયસુખ કણઝારીયા, કાંતિ નકુમ સહિતના કોંગી અગ્રણીઓ હાજર રહી ત્રણ કૃષિ કાયદા બિલનો વિરોધ કરી ધરણા કરી દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો