તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કલ્યાણપુરમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 12.5 વીઘા જમીન વાવવા આપ્યા બાદ કબજો

કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામની સીમમાં આવેલ જુના સર્વે નં-46પૈકી 4 તથા નવા સર્વે નં-310 વાળી ખેતીની જગ્યા જેનું ક્ષેત્રફળ હે.આર.ચો.મી. 01-95-37 જે સાડા બાર વીઘા જેટલી જગ્યા જે જગ્યાની સરકારી જંત્રી મુજબ 253981 છે. અને હાલ માર્કેટ વેલ્યુ પ્રમાણે આ જગ્યાના વિઘાના ત્રણ લાખ લેખે 3750000ની કિંમતી જગ્યા ફરિયાદી સાજણભાઇ ચોથાભાઈ લાંબરીયા ઉવ.71 રહે. કલ્યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્યાયએ આ જમીન ટંકારીયા ગામના પરબતભાઈ લાખાભાઈ ભાટુ, દેવાયતભાઈ ઉર્ફે રમેશભાઈ લાખાભાઈ ભાટુ અને પીઠાભાઈ ઉર્ફે બાબુભાઇ લાખાભાઈ ભાટુને ભાગીયા તરીકે વાવવા તથા ખેડવા આપેલ હતી.

આરોપીઓએ તે જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી લેતા આ સમગ્ર પ્રકરણ અંગે કોર્ટમાં દાવો કરવામાં આવેલ જેમાં આરોપીઓ દાવો હારી જવા છતાં પણ કબ્જો ખાલી ન કરતા હતા આ બાબતે સાજણભાઈએ જમીન પચાવી પાડવાના ધારા હેઠળ ફરિયાદ નોંધાવતા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો