તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખંભાળિયામાં ચાલુ ટ્રેને પડી જતાં અજાણ્યા યુવકનું મોત

ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાશનો કબજો સંભાળી ઓળખ માટે તજવીજ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી વિજલપર ગામ તરફ જતા રસ્તા પર આવેલ ફાટક ઉપર ગત તા.27 ઓગસ્ટ ના સાંજે ચાર વાગ્યે એક અજાણ્યા યુવક ચાલુ ટ્રેન મા પડી જવાથી મૃત થયું હતું આ અંગે ખભાલિયા પોલીસ ને રેલ્વેમા જાહેર કરનાર શ્યામકુમાર દરોગીભાઈ રામ (ઉ.વ.34) વાળાને જાહેર કર્યું છે.

મરણ જનાર અજાણ્યો તા.27-8ના 9:30 વાગ્યા પહેલાં કોઇ પણ સમયે વીજલપર ગામ તરફ જતા રસ્તા પર આવેલ ફાટક ઉપર ફાટકથી આશરે 200 મીટર દુર ખંભાળીયા તરફ જતા રેલ્વે ટ્રેક પાસે કોઇ પણ ચાલુ ટ્રેનમાંથી પડી જતા તેનું મૃત્યુ થયું છે.

મૃતક 35 વર્ષની આસપાસની ઉંમરનો છે તેની ઓળખ થઈ નથી જે માટે પોલીસે તેની ઓળખ આપવા લોકોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...