હુમલો:રાવલમાં ઝઘડાનો ખાર રાખી કાકા-ભત્રીજા પર હુમલો કરાયો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડી ફટકારી ઢીંકાપાટુનો માર મારી ધમકીની ત્રિપુટી સામે ફરીયાદ
  • મોબાઇલ ફોન તોડી નાખી​​​​​​​ જાનથી મારી નાખવાની ધમકી આપી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના રાવલ ગામે રહેતા યુવાન અને તેના કાકા પર ગામના ત્રણ શખ્સે એકસંપ કરી લાકડીથી હુમલો કરી ઢીંકાપાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે.થોડા દિવસ પુર્વે ભોગગ્રસ્તના ભાઇ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાન ધાર નિશાળની પાછળ રહેતા ફરિયાદી રણજીતભાઈ વાળાભાઈ પરમારના ભાઈ યુવરાજ અને આરોપી મહેશ કરશનભાઈ વાઘેલાને થોડા દિવસ પહેલા ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી આરોપીઓ મહેશ, કરશન વાઘેલા, રાજુ વાઘેલાએ ફરિયાદી રણજીતભાઈ તેમજ તેમના કાકા મુનાભાઈ પરમાર આરોપીના ઘર પાસેથી નીકળતા ઉક્ત આરોપીઓએ અટકાવી ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા.

ફરિયાદી રણજીતભાઈ તેમજ તેમના કાકા મુનાભાઈને શરીરે ઢીકાપાટુનો માર મારી લાકડી વડે વાસાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી અને ફરિયાદી રણજીતભાઈનો મોબાઈલ ફોન તોડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ભોગગ્રસ્ત રણજીતભાઇની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવના પગલે નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...