તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:નાના માંઢા ગામે ગ્રાન્ટના દુરૂપયોગનો આક્ષેપ

ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કથિત દુરૂપયોગ-ભ્રષ્ટાચાર મામલે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના નાના માંઢા ગામે વિકાસ માટે મળતી સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગ તથા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર નાના માંઢા ગામે 14માં નાણાંપંચ અંતર્ગત પેવર બ્લોક, પાણીના ટાંકા જેવા કામોમાં સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગ તથા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે.

જેમાં પેવર બ્લોકમાં એસ્ટીમેન્ટ પ્રમાણે કામ થયું નથી, જ્યાં પેવર બ્લોક નીચે પી.સી સી. કરવી જોઈએ પરંતુ અનેક જગ્યા પર પીસીસી કરેલ નથી અને નબળી ગુણવત્તાનું અને ઓછું મટીરીયલ નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. જયારે પાણીના ટાંકામાં નબળી ગુણવત્તાા મટીરીયલ વાપરીને સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગનો આક્ષેપ કરાયો છે.

જે કામોમાં કથિત ગેરરીતિ-ભ્રષ્ટાચારના કારણે ગ્રામજનોને ચોમાસાની ઋતુમાં ગંદકીને કારણે આરોગ્ય જોખમાય એમ લેખિત રજુઆતમાં જણાવી ઈમ્તિયાઝ ગજ્જણ અને હનીફ સુમરા દ્વારા યોગ્ય તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...