તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસંતોષની આગ:ભાજપ પ્રદેશ પ્રમુખના નિર્ણય બાદ દ્વારકાના અમુક દિગ્ગજો કોંગ્રેસના સંપર્કમાં હોવાનો ધડાકો

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકાણ ગરમાયું

રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 60 વર્ષથી ઉપરના, ત્રણ ટર્મથી ચૂંટાઇ રહેલા અને રાજકીય આગેવાનોના સગા-સંબંધીને ટીકીટ નહીં મળે તેવો નિર્ણય કર્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કેટલાક દિગ્ગજ સક્ષમ ઉમેદવારોના પતા કપાશે તેમાં બેમત નથી. ત્યારે અમુક ધુરધર ઉમેદવારોએ કોંગ્રેસનો સંપર્ક કરી પાછલે બારણે મીટીંગોનો ધમધમાટ શરૂ કર્યો છે. આથી છેલ્લી ઘડીએ મોટાપાયે પક્ષ પલ્ટો થાય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. ત્યારે ભાજપના સ્થાનિક મોવડી નેતાઓ જેના પતા કપાવાની શકયતા છે તેની આગ ઓલવામાં કામે લાગી ગયા છે.

જિલ્લા, તા.પ., પાલિકાની ગત ચૂંટણીના પરિણામ

}દ્વારકા જિલ્લા પંચાયતના કુલ 22 બેઠક , 11- કોંગ્રેસ, 9-ભાજપ, 2-અપક્ષ }ખંભાળીયા તાલુકા પંચાયત કુલ 24 બેઠક, 18-ભાજપ,6- કોંગ્રેસ }કલ્યાણપુર તાલુકા પંચાયત કુલ 24 બેઠક,10-ભાજપ,13- કોંગ્રેસ,1-અપક્ષ }દ્વારકા તાલુકા પંચાયત કુલ 16 બેઠક,10-ભાજપ,6- કોંગ્રેસ }ભાણવડ તાલુકા પંચાયત કુલ 16 બેઠક,7-ભાજપ,8-કોંગ્રેસ,1-બસપા }ખંભાળીયા નગરપાલિકા કુલ બેઠક 28, 19-ભાજપ,9- કોંગ્રેસ }રાવલ નગરપાલિકા કુલ 24 બેઠક, 13- કોંગ્રેસ, 11- ભાજપ }સલાયા નગરપાલિકા કુલ 28 બેઠક,4- ભાજપ, 24- કોંગ્રેસ }ઓખા નગરપાલિકા કુલ 36 બેઠક , 20-ભાજપ,16- કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો