તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બબાલ:જામસલાયામાં સામાન્ય બોલાચાલી બાદ 2 જૂથ બાખડી પડતા હાથાપાઈ થઈ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રબસ્તાન પાસે નજીવી બાબતે મામલો બિચકયો, સામસામી ફરિયાદ
  • ગેરકાયદે મંડળી રચીને ઢીકાપાટુ વરસાવી પથ્થરના ઘા માર્યા, બંને પક્ષના 9 સામે ગુનો

સલાયા ગામે બે જુથ વચ્ચે બોલાચાલી બાદ બબાલ સર્જાતા ગેરકાયદે મંડળી રચી ઢીંકાપાટુ વરસાવી પથ્થરના ઘા કરી ઇજા કર્યાની સામસામી ફરીયાદ નો઼ધાઇ છે.પોલીસે બંને પક્ષના નવ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર સલાયા ગામે રહેતા આરોપીઓ રિજવાન રજાક સંઘાર, એજાજ રજાક સંઘાર, શબ્બીર હુસેન ઉર્ફે ભૂરો ગુલામ હુસેન સુભણીયા, આબીદ તાલબ ભોકલ, તાલબ આમીન ભગાડ તથા યાશીન અજીજ સંઘાર કબ્રસ્તાનમાં ફરિયાદી અયુબ ગજીયાના નાનાભાઈ ફૈયાઝ સાથે બોલાચાલી કરતા હોય ત્યારે અયુબ તથા અન્ય તેને સમજાવવા જતા ઉક્ત આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી અયુબ તથા અન્યને ઢીકાપાટુનો માર મારી પથ્થરોના ઘા મારતા અયુબ તથા અન્યને ઇજાઓ પહોંચતા ફરિયાદી અયુબએ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે પણ એવી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી યાસીન અજીજભાઈ સંઘાર તથા સાહેદ કબ્રસ્તાનમાં બેઠા હતા ત્યારે ત્યાં ફૈયાઝ નામના છોકરાએ ‘’ અહીં કેમ બેઠા છો ‘’ તેમ કહી બોલાચાલી કરતા તે દરમ્યાન આરોપીઓ અયુબ કાસમ ગજીયા, સાલેમામદ કાસમ ગજીયા, ઇમરાઈન ઇસ્માઇલ ચમડિયા એક સંપ થઈ યાસીન તથા સાહેદોને અપશબ્દોનો પ્રયોગ કરી ‘’ મારાભાઈને કેમ દબાવો છો ‘’ તેમ કહી ઝપાઝપી કરી યાસીન તથા સાહેદોને ઢીકાપાટુ તથા લાતો ફટકારીને પથ્થરોના ઘા કરતા યાસીનને માથાના ભાગે તથા તાલબ આમીનને પેટના ભાગે નાની મોટી ઇજા પહોંચતા ફરિયાદી યાસીનએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...