અકસ્માત:મીઠાપુરના હમુસર નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત

ખંભાળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાવ બાદ ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

મીઠાપુર નજીક આવેલા હમુસર ગામ નજીક ગત સાંજે ખાનગી ટ્રાવેલ્સની બસ તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કેટલાક મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ મીઠાપુરથી આશરે આઠેક કિલોમીટર દૂર હમુસર ગામના ગોપી તળાવ રોડ પાસેથી પસાર થઈ રહેલી અન્ય રાજ્યની એક ખાનગી ટ્રાવેલ્સની બસ તથા આ માર્ગ પરથી પસાર થતાં એક ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

જેમાં સવાર 22 વર્ષીય એક યુવાન તથા આશરે 60 વર્ષીય એક વૃદ્ધ અને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ બનાવ બનતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. નીલેષભાઈ પારગી તથા મિલનભાઈ દ્વારા ઘવાયેલાઓને તાકીદે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બંને વાહનોના ચાલકોને પણ સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...