તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:દ્વારકાના યુવાને જામનગરની યુવતી સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું

ખંભાળિયા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, યુવાન સામે ગુનો નોંધી પોલીસની તપાસ

દ્વારકામાં રહેતા એક યુવાને જામનગરની યુવતી સાથે મિત્રતા કેળવી તેણી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે. દુષ્કર્મ આચરી યુવકે યુવતીને લગ્ન કરવાની ના પાડી જો લગ્ન કરવાનું કહેશે તો જાનથી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જાહેર થયું છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવક સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવથી દ્વારકા અને જામનગરમાં ચકચાર જાગી છે.

જામનગરમાં રહેતી 25 વર્ષીય એક યુવતીએ થોડા સમય અગાઉ પોતાના પતિ સાથે છુટાછેડા લીધા હતા. ત્યારબાદ તેણી ફેસબુક મારફતે દ્વારકામાં બિરલા પ્લોટ ખાતે રહેતા અર્જુન કાંતિભાઈ ઘોઘલિયા નામના યુવાનના સંપર્કમાં આવી હતી.

થોડા સમયમાં અર્જુને યુવતી સાથે સંબંધ કેળવ્યો હતો અને યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેણીને દ્વારકા ખાતે અવારનવાર બોલાવી અને શારીરિક સુખ માણ્યું હતું. બાદમાં આ શખસે યુવતીને લગ્ન કરવાની ના કહી અને જો તેને લગ્ન કરવાનું કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાન સામે આઈ.પી.સી. કલમ 376 તથા 506 (2) હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો