તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવલેણ અકસ્માત:ખંભાળિયાની ભાગોળે ટ્રક હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા ધોરીમાર્ગ પર મોડી સાંજે સર્જાયેલો જીવલેણ અકસ્માત
  • અકસ્માત સર્જી નાસી છૂટેલા અજ્ઞાત ચાલક સામે ગુનો, શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક રીલાયન્સ સર્કલ પાસે બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હર્ષદપુરના યુવાનનુ મૃત્યુ નિપજયુ હતુ.પોલીસે આ અકસ્માત સર્જાનાર અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ ખંભાળીયાના હર્ષદપુરમાં રહેતા અને ખેતીકામ કરતા કિશોરભાઈ હીરાભાઈ કણઝારીયાનો પુત્ર જયેશભાઇ (ઉ.વ. 21)પોતાની બાઇક લઈને દ્વારકા જામનગર હાઇવે પર રિલાયન્સ ચોકડી પાસે સંજયનગર ગેસના ગોડાઉન સામે રોડ પર પસાર થઇ રહયો હતો. જે દરમ્યાન પુરપાટ વેગે ધસી આવેલા અજાણ્યા ટ્રકના ચાલકે બાઇક સહિત જયેશને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં તેને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અજાણ્યો ચાલક અકસ્માત સર્જીને ટ્રક લઇ ઘટના સ્થળ પરથી રફુચકકર થયાનુ સામે આવ્યુ હતુ.

આ બનાવની જાણ થતા પોલીસ ટુકડી ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.આ અંગે પોલીસે મૃતકના પિતા કિશોરભાઇની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...