તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ખંભાળિયામાં વર્ષો જૂનું 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી બન્યું

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા તંત્રને શહેરમાં કોઈ ગાંઠતું ન હોય તેવો તાલ સર્જાયો
  • નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવા છતાં મકાન તોડી પડાયું ન હતું

ખંભાળિયામાં જર્જરિત મકાનો ચોમાસા પહેલા તોડી પાડવા નગરપાલિકા દ્વારા નોટીસ પાઠવવા છતા મકાન માલીક દ્વારા મકાન તોડી ન પડાતા ખંભાળિયાના ગંગવાણી વાડીમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ બનાવમાં સદનશીબે જાનહાની ટળી હતી. ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ગંગવાણી વાડીમાં વર્ષો જૂનો ત્રણ માળનું જર્જરિત હાલતમાં મકાન ધરાશાયી થયું હતું.જો કે,સદનસીબે કોઇ જાનહાનિ ન થતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વર્ષો જૂનું જર્જરિત હાલતનું 3 માળનું મકાન હોય અને આજુ બાજુ રહેણાક હોય તેના કારણે કોઈ મોટું નુક્સાનની ભીતિ ને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ મકાન માલિકોને ત્રણ થી ચાર નોટિસો પાઠવ્યા છતાં કોઈ કાર્યવાહી ન કરી અને બેદરકારી પાઠવી હતી.ધડાકાભેર આ મકાન ધરાશાયી થયું હતું અને આવા જોખમી મકાનને લઈને લતાવાસીઓમાં મકાન માલિકો સામે રોષની લાગણી ફેલાઈ હતી.શહેરમાં આવા અનેક જર્જરિત મકાન ઉભા છે જે ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિને લીધે લોકોમાં ભયનો માહોલ પણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો