ચૂંટણીની રણનીતિ:ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા તાલિમ શિબિર યોજાઈ, રાજ્યના અને સ્થાનિક નેતાઓની હાજરી

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોના પ્રશ્નો, સંગઠ્ઠન અને વિધાનસભા ચુંટણી સંદર્ભે માર્ગદર્શન
  • કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા, વિસ્તૃત ચર્ચા

દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળીયામાં પાલિકા સંચાલિત કેન્દ્ર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિર યોજવામાં આવી હતી.તાલિમ સીબીરનાં કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસની વિચારધારા, લોકોના પ્રશ્નો, સંગઠનની મજબૂતી અને આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત સામુહિક પ્રયાસો, જિલ્લાની બન્ને બેઠકો કેવી રીતે જીતવી તેના માર્ગદર્શન અને કોંગ્રેસના રાજ્યકક્ષાના નેતાઓ અને સ્થાનિક ધારાસભ્ય સહિત નેતાઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રણનીતિ અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.શિબિરમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી રામકીસન ઓઝા તથા સહારાબેન મકવાણા,સહેનાઝબેન બાબી ,જસવંતસિંહ ભઢી, ધારાસભ્ય વિક્રમ માડમ, યાસીન ગજ્જણ, દેવુભાઈ ગઢવી, એભાભાઈ કરમુર જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...