ક્રાઇમ:ખંભાળિયામાં રાત્રે પાનના ગલ્લા ટાર્ગેટ બનાવીને ચોરી કરતો શખ્સ ઝડપાયો

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભેદ ઉકેલાયો | પોલીસની પૂછપરછમાં ત્રણ ચોરીની આરોપીએ કબૂલાત આપી

ખંભાળિયા શહેરમાં રાત્રિના સમયે પાનના ગલ્લાને ટાર્ગેટ કરી ચોરી કરનાર શખસને એલસીબી પોલીસે પકડી પાડ્યો છે. દ્વારકા જિલ્લાના વડુમથક ખંભાળિયામાં અલગ-અલગ 3 સ્થળેથી પાનની દુકાનોમાં ચોરી કરનાર શખસને એલસીબી પોલીસે પકડી પા્ડયો છે.એલસીબીના સજુભા જાડેજા,જેસલસિંહ જાડેજા,ભરતભાઇ ચાવડા અને બોઘાભાઇ કેસરિયા તેમજ સહદેવસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે,સલાયામાં રહેતો અલ્તાફ એલિયાસભાઇ સુમણિયા નામનો શખસ ખંભાળિયામાંથી પાનની દુકાનોમાંથી રાત્રિન ચોરી કરી છે.

બાતમીના આધારે પોલીસે સલાયામાંથી રંગેહાથે ઝડપી પાડી આરોપીની પુછપરછ કરતા ખંભાળિયા શહેરના રોકડીયા હનુમાનના મંદિર પાસે ક્રિષ્ના ડિલક્સ નામની દુકાનમાંથી રો.રૂ. 16000 તથા ડી.વી.આર કી.રૂ.8000 મળી કુલ રૂ.24000 તેમજ મોબાઈલ ફોન-1 કી. રૂ. 2000નો મુદ્દામાલની ચોરી તેમજ દ્વારકાધીશ હોસ્પિટલ નીચે કૈલાશ પાન સેન્ટરમાં શટરના દરવાજાનો નકુચાને તીક્ષ્ણ વસ્તુથી તોડી પ્રવેશ કરી દુકાનમાં અંદર રાખેલ રો. 2000, મોબાઈલ સહિત 158500ના મુદ્દામાલની ચોરી તથા નગરગેઇટ સાંઈ ડિલક્સ પાનની દુકાનમાં તણીવડે શટરનો હુંક કાપી રો.રૂ. 15000 અને પાન,બીડી, બાગબાન સહિત રૂ.16350ના મત્તાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ખંભાળિયા પોલીસને સુપ્રત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...