તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની ભેખ:ખંભાળિયામાં ભૂખ્યાજનોની જઠરાગ્નિ ઠારવાની નેમ સાથે હરતું-ફરતું અન્નક્ષેત્ર કાર્યરત કરાયું

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કથાકાર જીવણ ભગત દ્વારા જરૂરતમંદ લોકો માટે સરાહનીય અન્ન સેવાનો પ્રારંભ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે કથાકાર જીવણ ભગત દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે શહેર સહીત આસપાસમાં હરતુ ફરતું અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. કોઈ અંધ, અપંગ, માનસિક અસ્થિર મગજના નિરાધાર લોકો માટે કથાકાર જીવણ ભગત સંચાલિત શ્રી અન્નપૂર્ણા હરતું ફરતું અન્નક્ષેત્ર દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન તૈયાર કરી થાળી બનાવીને પિરસી આપવામાં આવશે.

ખંભાળિયામાં પ્રથમ દિવસે જ 400 જેટલા લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું.આ અન્નસેવા સાથે અનેક જરૂરતમંદ ભૂખ્યાઓની જઠરાગ્નિ ઠારવાના કાર્યનો આરંભ કરવામાં આવ્યું છે. દરરોજ બે ટાઈમ શહેર અને આજુબાજુ વિસ્તારમાં અનાધાર લોકો માટે આ સેવા શરૂ કરવામાં આવતા આ કાર્ય શહેરમાં પ્રસંશનીય બની રહ્યું છે.

ખંભાળીયા શહેરમાં પ્રથમ હરતું-ફરતું અન્નક્ષેત્ર શરૂ કરવા બદલ કથાકાર જીવણ ભગતની સેવાને શહેરીજનોએ બિરદાવી છે.તેઓ દ્વારા પોરબંદર ખાતે છેલ્લા ઘણા સમયથી ગરીબ અને નિરાધાર લોકો માટે ત્રણ ગાડીઓ દ્વારા દરરોજ શહેર અને આજુબાજુ વિસ્તારમાં રાંધેલું ભોજન થાળીઓ તૈયાર કરીને પીરસવામાં આવે છેજેનો દરરોજ 600થી 1000 લોકો લાભ લે છે.

અન્ય સમાચારો પણ છે...