આસ્થા:ખંભાળિયાના કામઇ ધામમાં 11,111 દિપ વંદનાનો રેકર્ડ સર્જાયો

ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામુહિક સમરસતા, ઋણ સ્વીકાર, મહા આરતી અને લોક ડાયરા સહિતના કાર્યક્રમમાં ભાવિકો ઉમટયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના કામઈ માતાજીના ધામ ખાતે સામાજિક સમરસતાનો વિશિષ્ટ કાર્યક્રમ રામભાઈ ગઢવી પરિવાર મયુરભાઈની રાહબરી હેઠળ સાથે કામઈ ધામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાંમાતાજીનું મહા યજ્ઞ , બ્લડ કેમ્પ ઉપરાંત છડીયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં 50 જેટલા ઢોલી સાથે શોભા યાત્રા યોજાઈ હતી તેમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલ સહિત અનેક અગ્રણી જોડાયા હતા જેનું અઢારેય વર્ણ જ્ઞાતિના અલગ અલગ ટેબ્લો જ્ઞાતિના આગેવાન દ્વારા સી.આર પાટીલ અને મહાનુભાવોનું સ્વાગત કરાયુ હતુ.

કામઇ માતાજીની આરતીમાં આંબાવાડી કલાવૃંદ સાથે કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા ખાસ આરતી ગાયન કરવામા આવ્યું હતું આ મહાઆરતીમાં 11111 દિપ વંદનાનો વિશ્વ રેકર્ડ સર્જાયો હતો તેમજ ગઢવી સમાજ દ્વારા ઋણ સ્વીકાર માટે માતાજી પ્રત્યે સમર્પણ દાખવી બલિદાન આપનાર નાગાજણ વારસાખીનું સમરણ કરી તેમના પરિવારના ભુવાની રક્તતુલા કરી ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો

રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી, બિહારી બાપુ, ધીરુભાઈ સરવૈયા સહિત કલાકારોએ કલાની રમઝટ બોલાવી હતી.કામઇ માતાજીના આંગણે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમને સફળ બનાવવા માટે મયુરભાઈ ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ સહિતની આગેવાનીમા સ્થાનિક આગેવાનો કાર્યકરો અને ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...