તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયોડિઝલ જપ્ત:ભાણવડ પંથકમાં 600 લીટર બાયોડીઝલનો જથ્થો પકડાયો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાણવડની ભાગોળે રવિરાજ હોટલ પાસે પોલીસે બાયોડિઝલનો 600 લીટર જથ્થો ભરેલા બોલેરાને પકડી પાડી ડીઝલ,વાહન સહિત રૂ. 2.36 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને ચાલક સહિત બે સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસ દફ્તરેથી મળતી માહિતી મુજબ ભાણવડના રવિરાજ હોટલ પાસે સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ વેળાએ આરોપી લખમણભાઈ જગાભાઈ શામળા તથા ભગાભાઈ માલદેભાઈ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા માટે કોઈ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર કે મંજૂરી વગર બેદરકારી ભર્યું આચરણ કરી બાયોડિઝલ જેવું પ્રવાહી આશરે 600 લીટર મહિન્દ્રા બોલેરો નં-જી.જે.25.યુ.3318માં રાખી નીકળતા પોલીસે ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે બોલેરો સહિત રૂ. 236000 ના મુદ્દામાલ કબ્જે કરી ઉપરોક્ત બન્ને આરોપી સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...