લોકોના ટોળાં ઉમટયા:ખંભાળિયામાં દારૂ પી કાર ચલાવતા પોલીસકર્મીએ બાઇકને ઠોકર  મારી

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત બાદ બે સગીર બાળકોને માર માર્યાનો આક્ષેપ
  • પોલીસકર્મી વિરૂધ્ધ ગુનો નોંધાયો

ખંભાળિયામાં દારૂ પી કાર ચલાવતા પોલીસકર્મીએ બાઇકને ઠોકર મારી હતી. અકસ્માત બાદ બે સગીર બાળકોને માર માર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. બનાવના પગલે લોકાના ટોળાં ઉમટી પડયા હતાં. બનાવ અંગે પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે.ખંભાળિયામાં શનિવારે મોડી રાત્રે જી.વી.જે.હાઇસ્કુલ નજીક સ્ટેશન રોડ પર પોલીસકર્મી પોતાની કાર સાથે પીધેલી હાલતમાં નીકળતા તે દરમ્યાન તેમની કાર બાઇક સાથે અથડાવાના બનાવ બાદ બે સગીર વયના બાળકોને નશાની હાલતમાં પોલીસ કર્મી દ્વારા માર માર્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

આ બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ ખંભાળીયા પોલીસને થતા પોલીસ દ્વારા નશાની હાલતમાં પોલીસ કર્મી હસમુખ હીરાભાઈ પારઘીને કાર સાથે ઝડપી લઈ પોલીસે ગુન્હો નોંધી પોલીસ કર્મીની અટક હતી. નશાની હાલતમાં ઝડપાયેલા પોલીસ કર્મી અન્ય જિલ્લામાંથી થોડા સમયથી દ્વારકા જિલ્લામાં બદલી થઇ હતી અને હાલ દ્વારકા જિલ્લા કન્ટ્રોલ શાખામાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...