દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકિય માર્ગદર્શન સેમિનારનુ ખંભાળિયા તાલુકાના દખણાદાબારા ગામે આયોજન કરાયુ હતુ. કાયદાકિય સેમિનારમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત ઘરેલું હિંસા કોને કહેવામાં આવે છે, આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે, આ કાયદા હેઠળ મહિલાઓને કેવા પ્રકારની રાહત મળી શકે, મહિલા ફરિયાદ ક્યા અને કેવી રીતે નોંધાવી શકે વગેરેની જાણકારી આપી હતી.
ઉપરાંત મહિલાઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત યોજનાઓ વ્હાલી દીકરી યોજના, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજના, 181 મહિલા અભયમ હેલ્પલાઈન , સખી વન સ્ટોપ સેન્ટર યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ 1961 વિશેની માહિતી તેમજ મહિલાઓને આર્થિક પગભર થવા માટેની મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી પણ આપવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.