ફરાર આરોપી ઝડપાયો:જામનગર જેલમાંથી જામીન પર મુક્ત હત્યા કેસનો ફરાર કેદી ખંભાળિયામાંથી ઝડપાયો

ખંભાળિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી ટીમે ભાણવડ પાટિયા પાસેથી દબોચી લીધો

દ્વારકા એલસીબી પીઆઈ જે. એમ. ચાવડા પોતાના સ્ટાફના માણસો સાથે ખંભાળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ હકીકત કે જામનગર જિલ્લાના મેઘપર પો.સ્ટે.ના ખૂન કેસના આરોપી સુરેશ ઉર્ફે સુરીયો શિવગર ગોસાઈ નામના ખંભાળીયાના શખ્સ જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો. અને તે આરોપીએ વચગાળાના જામીન ઉપર મુક્ત થયા બાદ તે પછી તા.06-03-21ના રોજ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ તે આરોપી હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો.

અને આ ફરાર આરોપી ખંભાળીયાના ભાણવડ પાટિયા પાસેથી ખંભાળીયા તરફ આવતો હોવાની હકીકત એલસીબી સ્ટાફને મળતા એલસીબી પીઆઇ જે એમ ચાવડા પીએસઆઈ એસ વી ગળચર અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી ને આરોપી કેદી સુરેશ ઉર્ફે સુરીયો શિવગર ગોસાઈ નામના શખ્સને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...