​​​​​​​ઉમદા સત્કાર્ય:ભાણવડના શિક્ષકના અકસ્માત મોતના બનાવમાં મિત્ર અને બંધુ આવ્યા વ્હારે

જામખંભાળિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના પુત્રીઓના અભ્યાસ ઉપરાંત લગ્ન સુધીની જવાબદારીઓ અદા કરશે
  • મિત્ર એવો શોધજો ઢાલ સરીખો હોય એ કહેવત સાર્થક કરતો કિસ્સો

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના એક શિક્ષક તથા તેના ભાઈએ મહત્વનું માનવતા પૂર્ણ કાર્ય કરીને “ મિત્ર એવો શોધજો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય “ ની પંક્તિ ચરિતાર્થ કરી હતી.

થોડા સમય પહેલા મૂળ પોરબંદરના મજીવાણા ગામના વતની તથા ભાણવડ તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદ જેન્તીલાલ થાનકી (ઉ.વ.35)નું દુધાળા પાસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારનો કમાવનાર મોભી મૃત્યુ પામતા સ્વ.અરવિંદ થાનકીના માતા, પત્ની તથા 3 વર્ષની બાળકી આવ્યા તથા છ માસની દિવ્યા નોંધારા થઈ ગયા હતા. ભાણવડના શિક્ષકો તથા સંઘના હોદ્દેદારોએ સાડા છ લાખ જેટલી રકમ ભેગી કરીને મૃતકના પરિવારજનોને અર્પણ કરી હતી તે પછી આ પરિવાર માટે ભાણવડના વિપ્ર શિક્ષક દિવ્યેશભાઈ ભટ્ટ તથા તેમના મોટાભાઈ રાજીવભાઈ ભટ્ટ જેઓ નાયરા એનર્જીમાં ફરજ બજાવે છે. તેમણે મૃતક સ્વ.અરવિંદભાઈ થાનકી જેની બે પુત્રીઓના અભ્યાસથી લઈને લગ્ન સુધીની તમામ જવાબદારીઓ લઈને માનવતા પૂર્ણ કાર્ય સાથે મિત્ર ઢાલ જેમ દુઃખમાં આગળ પંક્તિ સાર્થક કરી છે.

અન્ય સમાચારો પણ છે...