તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર વિરોધ પ્રદર્શન:ખંભાળિયામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા બળદગાડા-સાઈકલ રેલી યોજાઈ

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ બેનર્સ-પોસ્ટર્સ સાથે નવતર વિરોધ પ્રદર્શન
  • ભાવવધારા સામે તાત્કાલિક રાહત આપવા માંગણી, જિલ્લા સમાહર્તાને આવેદન પાઠવાયું

ખંભાળિયા ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે બળદગાડા તેમજ સાઈકલ રેલી યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતુ. ખંભાળિયા ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધારા બાબતે બળદગાડાથી તેમજ સાઇકલ રેલી યોજી વિવિધ બેનરો સાથે સૂત્રોચાર કરી જિલ્લા સેવા સદન કચેરી ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરાઇ હતી.

આ રજુઆતમાં જણાવ્યા મુજબ ઘણા સમયથી કોરોના મહામારી વ્યાપક રીતે ફેલાયેલી છે જેથી લોકોના ધંધા રોજગાર ઉપર ખૂબ જ અસર થઇ છે, ધંધા રોજગાર ભાંગી પડયા છે, અસંખ્ય લોકોની નોકરી પણ ગઇ છે. આ પરિસ્થિતિમાં ગરીબ, મધ્યમવર્ગના લોકોને પોતાનું જીવનનિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ બન્યુ છે. ત્યારે પેટ્રોલ-ડીઝલ રાંધણ ગેસ અને જીવન જરૂરિયાતની ચીજોના ભાવમાં તોતિંગ વધારો થતાં મધ્યમ વર્ગના લોકો ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ત્યારે આ ભાવ વધારા સામે તાત્કાલિક રાહત આપવા માગણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ જિલ્લા પ્રમુખ યાસીન ભાઈ ગજ્જન , એભાભાઈ કરમુર, દેવુભાઇ ગઢવી, જીવાભાઈ કનારા, હિતેશભાઈ દલવાડી શહેર પ્રમુખ કાંતિભાઈ નકુમ, મહિલા પ્રમુખ છાયાબેન કુવા, વનિતા બેન, કવિતા બેન ત્રિવેદી સહિત કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...