તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટનાથી અરેરાટી:દ્વારકાના બરડિયા પાસે ટ્રક હડફેટે બાઈકચાલકનું મૃત્યુ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી ધ્રેવાડના યુવકના મોતથી ટ્રકચાલક સામે ગુનો

દેવભુમિ દ્રારકા પંથકના બરડીયા નજીક દરગાહ પાસે હાઇવે પર પુરઝડપે દોડતા ટ્રકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇકસવાર યુવાનનુ માથા અને પગ સહિત શરીરના ભાગે ઇજા પહોચતા મૃત્યુ નિપજયુ હતુ.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ દ્રારકા તાલુકાના બરડીયા ગામ નજીક દરગાહ પાસેના ધોરીમાર્ગ પર ધાધાભા ડાવાભા માણેક (રે.નવી ધ્રેવાડ ભીમપરા વાડી વિસ્તાર) પોતાનુ બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો જે વેળાએ પુરઝડપે ધસી આવેલા એક ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બાઇકસવાર ધાધાભા (ઉ.વ.23)ને માથા-પગમાં ગંભીર સહિત શરીરે નાની મોટી ઇજા પહોચતા તેનુ મૃત્યુ નિપજયું હતંુ. આ બનાવની મૃતકના ભાઇ કારૂભા ડાવાભા માણેકની ફરીયાદ પરથી પોલીસે ટ્રકના ચાલક સાકે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને ટ્રક ચાલકને સકંજામાં લેવાની તજવિજ સાથે વધુ તપાસ હાથ ધરી છે.આ અકસ્માતમાં જુવાનજોધ યુવાનનો ભોગ લેવાતા મૃતકના પરીવારમાં શોકન મોજુ ફરી વળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો