તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કાર્યવાહી:ખંભાળિયામાં મકાનમાંથી દારૂની 84 બોટલ પકડાઈ

ખંભાળિયા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દારૂ કબજે લઈ મકાનધારકની અટકાયત

ખંભાળીયાના ગાયત્રીનગર વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગલીશ દારૂની 84 બોટલ સાથે મકાન ધારકને દબોચી લીઘો હતો.પોલીસે રૂ.33,600ની કિંમતનો દારૂ કબજે કરી પકડાયેલા શખ્સની સઘન પુછતાછ હાથ ધરી છે. દેવભુમિ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં સ્થાનિક પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીને ગાયત્રીનગર વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી નજીક એક રહેણાંક મકાનમાં દારૂના જથ્થાનો સંગ્રહ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે એક મકાનમાં દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન અંદરથી ઇંગ્લીશ દારૂની 84 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂ.33,600ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને સ્થળ પરથી પ્રભાતસિંહ ઉર્ફે મુન્નો રણજીતસિંહ જાડેજાને પકડી પાડયો હતો.પોલીસે તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લઇ સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો