તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખનીજચોરોના નામ છૂપાવવા પ્રાંત ઓફિસરના ધમપછાડા:હરીપરમાંથી 8 મેટ્રીક ટન ખનીજચોરી ઝડપાઈ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 ટ્રક અને 1 હિટાચી મશીન સહિત રૂા.1.5 કરોડનો મુદ્દામાલ કબ્જે
  • 1 ડમ્પરના માલિક ખીમાણંદ નાથાભાઈ અને 1 હિટાચી મશીન સહિતની સામગ્રી જય હિન્દ બિલ્ડકોનની હોવાનો ઘટસ્ફોટ

ખંભાળિયાના હરિપર ગામે બુધવારે બપોરે તંત્રએ દરોડો પાડી તળાવમાંથી માટી ચોરી કરતા 6 ટ્રક અને 1 હીટાચી મશીન પકડી પાડી 6 ટ્રક સહિત દોઢ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પરંતુ રાજકીય દબાણ આવતા પ્રાંત અધિકારી પ્રશાંત માંગુડાનું મોઢું સિવાઈ ગયું હતું.

મોટાભાગના કિસ્સામાં ખનીજ ચોરી પકડાયા બાદ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવતા હોય છે. પરંતુ આ માટી ચોરી પકડાયા બાદ દોષનો ટોપલો પોતાના પર જ ન ઢોળાય એટલે તુરંત જ ખાણ ખનીજ ખાતાને સાથે રાખી જવાબદારી હળવી કરી નાખી હોવાની ચર્ચા ઉઠી છે.

ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા કડક કાર્યવાહીના ભાગ રૂપે 6 ટ્રક અને એક હિટાચી મશીન સિઝ કરીને ખોદકામવાળા વિસ્તારમાંથી માપણી કરાવી આશરે 8.029 મેટ્રીક ટન જેટલું મોરમ બિનઅધિકૃત રીતે ખોદકામ થયા હોવાનું બહાર આવતા રૂા.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત દોઢ કરોડ જેટલી મશીનરી જપ્ત કરી લેવામાં આવી છે. રાજકીય દબાણના કારણે ખનીજ ચોરના નામ છૂપાવવા માટે પ્રશાસન દ્વારા ધમપછાડા કરાયા હતાં. જો કે, તેમનાે ઈરાદો સફળ થયો ન હતો.

આગામી દિવસોમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ખનીજ ચોરીમાં 6 ટ્રક તથા એક હીટાચી મશીન કોન્ટ્રાક્ટર જયહિન્દ બિલ્ડકોન તથા એક ડમ્પરના માલિક ખીમાણંદ નાથાભાઇ હોવાનું બહાર આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાડીનાર-દ્વારકા હાઈવે પર ફોરલેનના કામમાં માટી વપરાતી હોવાનું ખૂલ્યું
વાડીનાર દ્વારકા ફોર ટ્રેક કામનું કામ ચાલી રહ્યુ છે જેમાં જયહિન્દ બિલ્ડકોન. પ્રા.લી ના કોન્ટ્રાક્ટર ખંભાળીયાના હરિપર ગામેથી લાખો રૂપિયાની બેફામ ખનીજ ચોરી કરી હાઇવે રોડ કામમાં વાપરાતા હોવાનુ ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...