કાર્યવાહી:રાવલના ખેતરમાંથી રૂા.29.75 લાખનો 7439 બોટલ દારૂ પકડાયો

ખંભાળિયા/દ્વારકા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રકના કન્ટેઈનરમાંથી દારૂનો અધધધ જથ્થો મળ્યો - Divya Bhaskar
ટ્રકના કન્ટેઈનરમાંથી દારૂનો અધધધ જથ્થો મળ્યો
  • દેવભૂમિ દ્વારકા પંથકમાં મદિરાની હેરાફેરી પર સ્થાનિક પોલીસનો કાફલો ત્રાટક્યો
  • વાડીધારક અને ટ્રકચાલક ફરાર, અધધ જથ્થો કબજે કરી આરોપીના સગડ મેળવવા કવાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પોલીસે મોડી રાત્રે એક ખેતરમાં દરોડો પાડી રૂ.29.75 લાખનો ઇંગ્લીશ દારૂની 7439 બોટલ દારૂનો જથ્થો પકડી પાડયો હતો.ટ્રક-બાઇક સહિત રૂ.39.95નો જથ્થો કબજે કરી પોલીસે વાડીધારક અને ટ્રક ચાલક સહિતના આરોપીની શોધખોળ હાથ ધરી છે.શરાબનો માતબર જથ્થો પકડાતા બુટલેગરોમાં ભારે ફફડાટ મચી ગયો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ડીવાયએસપી હિતેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એફ.બી.ગગનીયા,પીએસઆઇ પી.ડી.વાંદાના નેતૃત્વમાં પોલીસ ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસને મોડી રાત્રે પોણા બે વાગ્યાના સુમારે રાવલ પાસે એક ખેતરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.જે બાતમીના આધારે પોલીસે રાવલ ગામથી ગોરાણા ગામ તરફ જતા સીમ વિસ્તારમાં સતિ તળાવની બાજુમાં રહેતા રણજીત વજશી ભાઇ મોઢવાડીયાના ખેતરમાં દરોડો પાડયો હતો.

આ દરોડા વેળા પોલીસે ખેતરમાં રહેલા મહારાષ્ટ્રના પાસીંગવાળા ટ્રકના કન્ટેઇનરનુ ચેકિંગ કર્યુ હતુ જે વેળાએ ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદાજુદા બ્રાન્ડની રૂ.29.75 લાખની કિંમતનો 7439 બોટલ મળી આવી હતી.આ દરોડા વેળા પોલીસે વાડીધારક રણજીત મોઢવાડીયા કે ટ્રક ચાલક હાથ ન લાગતા પોલીસે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ સાથે સધન તપાસ હાથ ધરી છે.

જામનગરમાં દારૂની હેરાફેરી, બેલડી ઝબ્બે
જામનગરના જોલી બંગલા વિસ્તારમાં સિટી-એ પોલીસે દારૂની હેરાફેરી મામલે બાતમીના આધારે સુમેર કલબ રોડ પર મોડીરાત્રે વોચ ગોઠવી કારને આંતરી લીધી હતી જે કારની પોલીસે તલાશી લેતા તેમાંથી શરાબની 104 બોટલ સાથે પ્રફૂલ્લ જગદીશ ભદ્રા ઉર્ફે મમરો, લેખરાજ ઉર્ફે લખન ભગવાનદાસ કાલવાણીને પકડી પાડ્યા હતા અને દારૂ, મોટર મળી રૂા.3,52,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સોએ દારૂનો જથ્થો કચ્છના દાગોદર ગામના રાહુલ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે કચ્છ પંથકના દારૂના સપ્લાયરની સઘન શોધખોળ
સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...