દરોડો:દ્વારકાના વરવાળામાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 51 બોટલ પકડાઈ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન ધારક પકડાયો, રૂા.25,500નો મુદામાલ કબજે કરાયો, વધુ બેની શોધખોળ

દેવભૂમિ દ્વારકા તાલુકાના વરવાળા ગામે પોલીસે એક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 51 બોટલના જથ્થા સાથે એક શખસને પકડી પાડી રૂ. 25,500નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે દારૂ પ્રકરણમાં વધુ એક શખસનુ નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકા તાલુકાના વરવાળા ગામે એક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી જે બાતમીના આધારે પોલીસે જીતુભા ટપુભા સુમણીયાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો.જે દરોડા દરમિયાન પોલીસે અંદર તલાશી લેતા ઇંગ્લીશ દારૂની 51 બોટલ મળી આવી હતી.

આથી પોલીસે મકાનધારક જીતુભા ટપુભાને પોલીસે પકડી પાડી રૂ. 25,500ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન અન્ય ડુંગરભા અરજણભા માણેક સાથે મળી તેણે દારૂનો જથ્થો રાજુ મુરૂભાઇ કોડીયાતર (રે. વાંસજાળીયા, તા. જામજોધપુર) પાસેથી મંગાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી અન્યની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સપ્લાયર સહિતના શખસોને પકડી પાડવા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...