કાર્યવાહી:ખંભાળિયામાં જુગાર રમતા 2 મહિલા સહિત 5 પકડાયા

ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં જુગાર દરોડામાં પોલીસે બે મહિલા સહિત પાંચને પકડી પાડી અડધા લાખથી વધુની રોકડ,બે વાહન અને મોબાઇલ સહિત રૂ.3.68 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ખંભાળીયાના રામનગર વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડી જુગાર રમતા મહિલા આરોપી મધુબેન ધનાભાઈ કરમુર,નૂરજાબેન ઇબ્રાહિમભાઈ અલ્લારખા, હેમંત લાખાભાઈ ચુડાસમા, અલ્પેશ ઉર્ફે રાહુલ ધરમસીભાઈ વાડોલીયા, મારખી મેરામણભાઈ જોગલને પકડી પાડી રૂ.58,300ની રોકડ, 4 મોબાઈલતથા 2 વાહન સહિત કુલ રૂ.368300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જયારે કલ્યાણપુર પંથકમાંથી પોલીસે જુગાર રમતા રણમલ માલદેભાઈ વાઘેલા, કેશુર છગનભાઈ વાઘેલા, વાલા મોહનભાઇ વાઘેલા, રણમલ નથુભાઈ સોલંકી, ગોવિંદ છગનભાઈ વાઘેલા,રામશી છગનભાઇ વાઘેલા તથા વિસા રાજસીભાઈ ચૌહાણને પકડી પાડી રોકડ સહિત રૂ.29,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...