તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ખંભાળિયામાં 4.70 લાખની ઘરફોડ ચોરી

જામખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં બંગલાવાડી એરિયામાં રહેતા કૃષ્ણકાંત રતિલાલ પુરોહિત ( ઉવ.53) ગઈકાલે શનિવારના રોજ સવારે પરિવાર સાથે રાજકોટ ખાતે રહેતા નાના ભાઇના ઘરે ગયા હતા અને ત્યાં રોકાઈ ગયા હતા. એજ રાત્રે તેમના ખંભાળિયા ખાતેના નિવાસ સ્થાને તસ્કરોએ આંટો મારીને હાથ ફેરો કર્યો હતો. બંગલાવાડી શેરી નં.5 ખાતે આવેલા તેમના મકાનમાં બારીની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ રોકડા રૂ. 11000 તથા સોનાના દાગીના કુલ મળી 9 તોલા જેની કી. રૂ. 360000 મળીને કુલ રૂ 470000ની ચોરી કરી ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અને કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો