તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળા કર્મીઓના GPFના 43.44 લાખ જમા થયા નથી !

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2015-16ના 3 માસની રકમનો મામલો, શિક્ષણમંત્રીને રજૂઆત

દ્વારકા જિલ્લો 2013માં બન્યા બાદ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીના જીપીએફ ખાતા જામનગર રહેતા પ્રતિ માસ જીપીએફ કપાત દ્વારકામાં જે થાય તેનો ચેક જિલ્લા શિક્ષણાધિકારી જામનગરને દ્વારકા શિક્ષણાધિકારી આપે તેવુ થતું હતું પણ 2015ના નવેમ્બરથી 2016ના જાન્યુઆરી સુધીની 3 માસની જીપીએફની 43,44,000ની રકમ 5 વર્ષથી ખાતામાં જમા જ ના થતા આચાર્ય સંઘ દ્વારા ફરિયાદ કરાઇ છે.

5 વર્ષથી વધુ સમયથી 43.44 લાખની રકમ કર્મીના ખાતામાં જમા નથી. જામનગર કચેરીએ જ્યાં સુધી આ રકમના ચેક દ્વારકા કચેરી ના આપે ત્યાં સુધી જી.પી.એફ.ના ચેક કાયમી નિવૃત્તના બંધ કર્યા છે. તો દ્વારકા કચેરી જામનગર કચેરીએ ખોઈ નાખ્યા હોય તેની ગ્રાન્ટ રાજ્યમાંથી માંગી છે તેમ પણ જણાવાયુ છે. જીપીએફએ કર્મચારી પોતાના પગારમાંથી કાપીને જમા કરાવી બચત કરે છે.

જેના પર સરકાર પ્રોત્સાહનરૂપે 8 ટકા વ્યાજ વાર્ષિક આપે છે! હવે 5 વર્ષથી વધુ સમયથી આ રકમ જમા જ નથી થઈ જેનું વ્યાજ 20 લાખ ઉપરાંત થશે તેની જવાબદારી કોની ? પગારમાંથી બચત કરી આ રકમ જમા કરનાર કર્મચારીઓ પૈકી કેટલાક 2019-20માં નિવૃત્ત થયા તેમની રકમનું શુ ? 20 લાખ ઉપરાંતની રકમ થાય તેનું વ્યાજ વાર્ષિક 8% લેખે પ્રતિ વર્ષની ગણો તે આપવું પડે તે કોની જવાબદારી રહેશે? 2015/16ની રકમના પાંચ વર્ષથી વધુ સમયથી ગુમ થવાથી તથા કર્મચારીના ખાતામાં જમાના થતા આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...