કાર્યવાહી:ખંભાળિયામાંથી ગંજીપાના વડે જુગાર રમતા 4 ઝડપાયા

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડ, 2 બાઇક સહિત 78 હજારની મત્તા કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પોલીસે જુગાર રમતા ચાર શખસોને પકડી પાડી રોકડ રકમ, બે બાઇક અને ચાર મોબાઇલ સહિત રૂ. 78 હજારની માલમતા કબજે હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળીયાના હરસિધ્ધિ માતાજીના મંદિર નજીક અમુક લોકો એકત્ર થઇ જુગાર રમતા હોવાની માહીતી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ ટીમ ઘસી જતા ચારેક શખસો જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે અમૃતલાલ પોપટલાલ સમાણી, પરેશ નરેન્દ્રભાઈ ગુસાણી, ધર્મેન્દ્ર કિશોરભાઈ પરમાર તથા ધનજી મનજીભાઈ નકુમ નામના ચાર ઇસમોને પકડી પાડી રોકડા રૂ.13980 તથા 2 મોટરસાયકલ તથા 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ.78480ના મત્તા કબજે કરી હતી.પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...