વતન વાપસી:દેવભૂમિ દ્વારકાના 4 છાત્રો યુક્રેનથી સ્વદેશ પરત ફર્યા

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેકટર સહિત અધિકારીઓએ પરિવારની મુલાકાત લીધી - Divya Bhaskar
કલેકટર સહિત અધિકારીઓએ પરિવારની મુલાકાત લીધી
  • ટુંક સમયમાં જિલ્લાના તમામની વતન વાપસી માટે કાર્યવાહી થશે

દેવભુમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિત જુદા જુદા તાલુકાના દશેક વિધાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયા હતા જેમાં મોટા ભાગના તબીબી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.આ વિધાર્થીઓ પૈકી ચાર વિધાર્થી સ્વદેશ પરત પહોચ્યા છે.અન્ય છ વિધાર્થીઓ પણ સંપર્કમાં હોવાનુ તંત્ર દ્વારા જણાવાયુ છે.જેઓ માટે જરૂરી વ્યવસ્થા કરાઇ રહી હોવાનુ પણ ઉમેર્યુ હતુ.

દેવભૂમિ દ્વારકા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત કરી પરિસ્થિતિ જાણી સાંત્વના આપી ચિંતા મુક્ત રહેવા જણાવ્યું હતુ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર મુકેશ પંડ્યા, અધિક કલેકટર કે.એમ.જાની, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, મામલતદાર કે.જી.લુક્કા દ્વારા ખંભાળીયા ખાતે રહેતા નિખિલભાઈ પરસોત્તમભાઈ મોદીના પુત્રી ઐશ્વર્યા યુક્રેનમાં અભ્યાસ માટે ગયા છે. તેના ઘરે મુલાકાત લીધી હતી.

ખંભાળીયા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા વાડીનાર ગામે નાગેન્દ્ર શર્માના પુત્ર આદિત્ય પણ યુક્રેન ખાતે અભ્યાસ અર્થે ગયા હોય તેના પરીવારની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમજ ગોરાણા ગામે ગોરાણીયા મુરૂભાઈના પુત્ર યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયા છે. ત્યારે શિક્ષણાધિકારી બી.એચ.વાઢેરે મુલાકાત લીધી હતી.

અન્ય 6 છાત્રો પણ તંત્રના સંપર્કમાં
દેવભૂમિ દ્વારકા જિલ્લાના 10 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ માટે ગયા હતા.જેમાંથી 4 વિદ્યાર્થી ભારત પરત ફર્યા છે. જ્યારે બે વિદ્યાર્થીઓ પોંલેન્ડ, એક વિદ્યાર્થી રોમાનીયા, એક યુક્રેનમાં અને યુક્રેન-હંગરી બોર્ડર પર તેમજ એક વિદ્યાર્થી હંગરીમાં હોવાનું અને સંપર્કમાં હોવાનું જિલ્લા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...