ક્રાઇમ:ભાણવડના બરડા ડુંગરમાં દારૂના 4 અડ્ડા ઝડપાયા

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાણવડના બરડા ડુંગરના વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓનું ચેકીંગ હાથ ધરી ભાણવડના પી.એસ.આઈ સોલંકી,એ. એસ. આઈ એલ.એલ.ગઢવી અને સ્ટાફ દ્વારા સંઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડુંગરમાંથી અલગ-અલગ ચાર જગ્યાએથી દેશી દારૂના ભઠ્ઠાઓ ઝડપાયા હતા. ભાણવડના સાંકરોજા તળાવ પાસેથી બોઘાભાઈ જગાભાઈ કોડિયાતર,ખીમાભાઈ બોઘાભાઈ શામળાનાઓ પાસેથી 48 બેરલો દેશીદારૂ બનાવવાનો કાચો આથો આશરે 9600 લી.કી.રૂ. 19200 ગણી તોડી ફોડી નાશ કરવામાં આવ્યો હતો.વાગડીયાનેશ નજીક થી અરજણભાઈ પોલાભાઈ મોરીના કબ્જામાંથી દેશીદારૂ બનાવવાનો આથો લી.4200 કી. રૂ.8400 તથા દેશીદારૂ આશરે 250 લી. કી. રૂ. 5000 મળી કુલ રૂ. 13400ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. વાગડીયાનેશથી વી-નેશ તરફ જતા રસ્તામાં આવતી પાણીની ઝર માંથી ફરારી આરોપીઓના કબ્જામાંથી કુલ 26 બેરલો દેશીદારૂ બનાવવાનો કાચો આથો 5200લી. કી.રૂ. 10400ના તોડી નાશ કરવામાં આવ્યો હતો. તેમજ રાણપર ગામથી ઉપરના ભાગે આવેલ ઘીગેશ્વર મહાદેવના મંદિર પાસેથી ફરારી આરોપીના કબ્જામાંથી દેશીદારૂ 40લી. કી. રૂ.800નો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત ફરારી આરોપીઓ બોઘાભાઈ જગાભાઈ કોડિયાતર, ખીમાભાઈ બોઘાભાઈ શામળા, અરજણભાઈ પોલાભાઈ મોરી, વાઘાભાઈ કરશનભાઇ ઘેલીયા, લાખાભાઈ સામતભાઈ રબારી, ભનાભાઈ સામતભાઈ રબારી, કરમણભાઈ જગાભાઈ ઘેલીયાનાઓ પોલીસની રેઇડ દરમ્યાન ઘટના સ્થળે હાજર ન મળતા પોલીસે ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...