તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કલ્યાણપુરના ગુરગઢમાંથી રૂા.1.43 લાખનો 359 બોટલ દારૂ પકડાયો

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જુનવાણી મકાનમાંથી મળ્યો શરાબ - Divya Bhaskar
જુનવાણી મકાનમાંથી મળ્યો શરાબ
  • રૂા.1.43 લાખનો દારૂનો જથ્થો કબજે, આરોપી હાથ ન લાગતા શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમીના આધારે જુનવાણી પડતર મકાનમાં દરોડો પાડી રૂ.1.43 લાખની કિંમતનો 359 બોટલ દારૂ કબજે કર્યો હતો. જયારે દારૂનો જથ્થો રાખનાર આરોપી હાથ ન લાગતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક ગ્રામ્ય પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઇ. ચાવડાની રાહબરી હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમને ગુરગઢ ગામે પડતર જુનવાણી મકાન અંદર દારૂના જથ્થાનો સંગ્રહ હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે નગા સુમાતભાઇ ગોરીયાના કબજા ભોગવટાના મકાનમાં દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન મકાન અંદરથી ઇંગ્લીશ દારૂની 359 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂ.1.43 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.જોકે, પોલીસે આ દરોડા વેળા દારૂનો જથ્થો ઉતારનાર આરોપી નગા સુમાતભાઈ ગોરીયા સ્થળ પર હાથ ન લાગતા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...