તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દ્વારકા જિલ્લામાં જુગારના 6 દરોડામાં 32 ઝબ્બે

ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 શખસ ફરાર, ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં પોલીસે રૂ.3.45 લાખનો મુદામાલ કબજે કર્યો

ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં પોલીસે જુગાર અંગે 6 સ્થળે દરોડા પાડી જુગાર રમતા 32 ઈસમોને દબોચી લીધા હતા.જયારે બે નાશી છૂટ્યા હતા.ખંભાળીયા પંથકમાં ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ઈસમો આલા ઉર્ફે કાનો રામશીભાઈ ચાવડા, પરબત કારૂભાઈ ચાવડા, રમેશ નારણભાઈ કરંગીયા, જીતેન્દ્ર નરશીભાઈ ભોગાયતા, રાજા પબાભાઈ ડેર, બાબુ રાણાભાઈ કનારાને પોલીસે રેઇડ દરમિયાન રોકડા રૂ. 39,170 તથા 6 મોબાઈલ, 1 ફોર વ્હીલ મળી રૂ. 2,61,170ના મત્તા સાથે ઝડપી લીધા હતા.જયારે દરોડા વેળા દેવશી આહીર તથા હેમંત અરજણભાઈ નંદાણીયા નાશી ગયાનુ જાહેર થયુ છે.

કલ્યાણપુર પંથકમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા 3 દરોડા પાડી મશરી હીરાભાઈ વાઘેલા, માલદે ઘેલાભાઈ કાગડીયા, નિલેશ ઉર્ફે કનું ભીમાભાઈ ગામી, નિલેશ ચનાભાઈ કાગડીયા, ધ્રુવરાજસિંહ ઉર્ફે ઋષિ હરદેવસિંહ સરવૈયા, મનદીપસિંહ સહદેવસિંહ સરવૈયા, દિગ્વિજયસિંહ ભરતસિંહ સરવૈયા, સહદેવસિંહ રામસિંહ રેવર, ડેશૂર દેરાજભાઈ જામ, હરીશ રાજાભાઈ કારીયા, લાખા ઘેલાભાઈ જામ, કરણા ગોગનભાઈ દેથરીયા, મનસુખ રામભાઈ નકુમ, ભરત ખેતાભાઈ જામ, નાગાર્જુન ખીમાભાઈ જામને પોલીસે રૂપિયા 29,620ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભાણવડ પંથકમાં જુગારના બે દરોડા પાડી પાના કુટતા ઈસમો શૈલેષ બાલુભાઈ સોલંકી, જગદીશ બાલુભાઈ સોલંકી, સુનિલ ભુપતભાઇ મકવાણા, મનસુખ મોહનભાઇ સોલંકી, અશ્વિન ઉર્ફે બકુલ મગનભાઈ લિંબડ, હસમુખ મારખીભાઈ કારેણા, કેતન ધાનાભાઈ કરથીયા, અશ્વિન છગનભાઇ મેઘનાથી, જગા દેવાભાઈ પીપરોતર, મુંજા મેરાભાઈ પાથર, નથુ અરજણભાઈ પીપરોતરને પોલીસે રોકડા રૂ.44,430 તથા 5 મોબાઈલ મળી રૂ. 54,430ના માલમત્તા સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...