તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડમાં જુગાર રમતા 5 મહિલા સહિત 26 ઝબ્બે

ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા સ્થળે શ્રાવણી જુગાર પર પોલીસની અવિરત તવાઈ
  • રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂા.1.01 લાખની માલમત્તા કબજે કરતી પોલીસ

દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયાના વડાલીયા સિંહણ ગામે પોલીસે જુગાર અંગેના દરોડા પાડી રાજેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ બળવતસિંહ જાડેજા, વનરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા, શિવરાજસિંહ મનુભા ગોહિલ, નટુભા બનેસંગ જાડેજા, અલારખા ઓસમાણભાઈ ગજ્જણ તથા જયેન્દ્રસિંહ ખીમાજી સોઢાને રોકડા રૂ.47,600 તથા 5 મોબાઈલ ફોન સહિત રૂ.68100ના મત્તા સાથે ઝડપી લીધા હતાં.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે જુગારનો દરોડો પાડી પોલીસે રણજીત લાખાભાઈ ગામી, ભાવેશ લાખાભાઈ ગામી, બાબુ રામશીભાઈ ગામીને રોકડા 10,620 તથા નંદાણામાં સ્થાનિક પોલીસે લાખા, સાજણભાઈ ચાવડા, રામાં દેવાણંદભાઈ આંબલીયા, નગા દેવાભાઈ માડમ, રવિ છગનભાઈ સચદેવ, ધીરુભા ગગુભા વાઢેર, નારણ અરશીભાઈ વારોતરિયા, દેવશી હમીરભાઈ કોટાને પોલીસે રોકડા રૂ. 11,480ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભાણવડ પંથકમાં બે દરોડા પાડી જુગાર રમતા મહિલા આરોપી ભાવનાબેન હરેશભાઇ ચાનપા, જયાબેન પૂંજાભાઈ ડોડીયા, અંજનાબેન ગૌતમભાઈ મકવાણા, સવિતાબેન જયેશભાઇ સોરઠીયા, રશ્મિબેન ગાંગાભાઈ બાંટાને રોકડા રૂ.1320 તથા બાલુ માંડાભાઈ મકવાણા, ભરત માંડાભાઈ મકવાણા, વેજા કાનાભાઈ હુણ, પાંચા ગલાભાઈ કોડિયાતરને પોલીસે રોકડા રૂ.4880 તથા 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂ.9880ના માલમત્તા સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...