તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દ્વારકા પંથકમાં જુગાર રમતા 3 મહિલા સહિત 26 ઝબ્બે

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલ્યાણપુર સહિત 6 સ્થળે પોલીસ ત્રાટકી
  • રોકડ સહિત અડધા લાખનો મુદ્દામાલ કબજે

દ્વારકા જિલ્લામાં જુદા જુદા છ જુગાર દરોડામાં પોલીસે 3 મહિલા સહિત 26 શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહિત અંદાઝે અડધા લાખની માલમતા કબજે કરી હતી. દ્વારકા વિસ્તારમાં પોલીસે જુગાર રમતા ઈસમો જાલુભા રવાભા ભથડ, મહિલા આરોપી ચેતનાબેન જાલુભા ભથડ, દેવુબેન હરદાસભાઈ નરા, શીતલબેન ભુપેન્દ્રસિંહ કેરને પોલીસે રોકડા રૂ.12,070 તેમજ લખન નરેશભાઈ મેવાડા, સરમણ માલદેભાઈ મેવાડા, રોહિત ઢોલાભાઈ ચૌહાણને પોલીસે રોકડા રૂ. 3,520ના મત્તા સાથે ઝડપી પાડ્યા હતા.

ભાણવડના રૂપામોરા ગામે પોલીસે જુગાર રમતા ઈસમો હાર્દિક ઉર્ફે ભદુ પ્રવીણભાઈ બારીયા, જયપાલસિહ ઉર્ફે જોરૂભા ચંદુભા જાડેજા, રવજી ગેલાભાઈ ચુડાસમા, રણજીત ધૂળાભાઈ ગોરા, જયદીપ ખીમજીભાઈ પરમારનેરેઇડ દરમ્યાન રોકડા રૂ.10,140ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર પંથકમાં પોલીસે જુગાર અંગેના ત્રણ દરોડા પાડી જુગાર રમતા ઈસમો રોહિત પ્રતાપભાઈ સાગઠિયા, તુલસી મોહનભાઇ રાઠોડ, રણજીત કાળુભાઇ રાઠોડ, વિરમ કાનાભાઈ પરમારને પોલીસે રોકડા રૂ.5,160 તથા શાંતિલાલ નાથાભાઇ પરમાર, ભૂટા પરબતભાઈ રાઠોડ, ભરત બચુભાઇ સોલંકી, કાના કાળુંભાઈ રાઠોડ, મોસીન હુસેનભાઈ મકરાણી, મુકેશ કારૂભાઈ ભાવડીયાને પોલીસે રોકડા રૂ.12,200, રવિ શાંતિભાઈ ચુનારા, જયસુખ કરશનભાઇ રાઠોડ, વિજય શંકરભાઈ રાઠોડ, મહેશ મોહનભાઇ રાઠોડને રોકડા રૂ. 6,130ના મત્તા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...