કૌશલ્ય:ખંભાળિયામાં સોનલ શકિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિત 24 ટીમે ભાગ લીધો

ખંભાળીયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યુવાનોને ગઢવી સમાજના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરાયા

ખંભાળિયા ખાતે દ્વારકા-જામનગર ગઢવી સમાજ દ્વારા સોનલ શક્તિ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ચાર દિવસિય ટુર્નામેન્ટમાં રાજસ્થાન,મધ્ય પ્રદેશ, મોરબી કચ્છ, રાજકોટ, જામનગર અને દ્વારકા જિલ્લાના ગઢવી સમાજના યુવાનો સહિત 24 ટીમોએ ભાગ લીધો હતો. ગઢવી સમાજ ના યુવાનોમા રમત-ગમતના કૌશલ્ય હંમેશા માટે વિકસતા રહે અને સામાજિક ભાવના કેળવાય તે હેતુથી આયોજનમાં સમાજના અગ્રણીઓના સહયોગથી હરેશભાઈ ગઢવી, રણસી ગઢવી, કિશોરભાઈ રૂડાચ, જયરાજભાઇ ગઢવી, વિરમભાઇ માયાણી, દેવદાસ ભાઈ કારીયા સહિતના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ 4 દિવસના આયોજનમાં અનેક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. અને દરરોજના માટે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમી ઉપસ્થિત રહી મનોરંજન માણ્યું હતું. ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને ફાઇનલમાં વિજેતા ટીમ કચ્છની સોનલ શક્તિ-કાઠડાની ટીમને ગઢવી સમાજ ના અગ્રણીઓ મયુરભાઈ ગઢવી, દેવીદાનભાઈ ગઢવી,પરબતભાઈ માયાણી, પીએમ ગઢવી, જેસાભાઈ રૂડાચ, ભાયાભાઈ સિંધિયા, રાજાભાઈ રૂડાચ ,નરેશભાઈ મોડ, જીઆર ગઢવી, ખીમાભાઈ રૂડાચ, બુધાભાઈ લુણા, આશાભાઈ લુણા, નારણભાઈ ભોજાણી સહિત ગઢવી સમાજ ના અગ્રણીઓ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...