આવક:ખંભાળિયા માર્કેટીંગ યાર્ડ મગફળીથી છલોછલ દરરોજ 2,000થી 2,500 સુધીની ગુણીની આવક

ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડ ધમધમી ઉઠતા યાર્ડમાં કમિશન એજન્ટો, વેપારી અને દલાલોમાં સારા વેપારની આશા સાથે આનંદની લાગણી
  • ટેકાના ભાવની રાહ જોયા વગર પોતાની પેદાશ વેચતા ખેડૂતો: હજુ પણ વધુ આવક થવાની સંભાવનાઓ

ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં ચોમાસુ પાક તૈયાર થઈ જતા અને શિયાળુ પાક વાવવાની ઉતાવળમાં ખેડૂતો તૈયાર થયેલ પાક યાર્ડ ખાતે વહેંચવા આવતા યાર્ડ ધમધમી ઉઠ્યું છે. ખંભાળિયા યાર્ડમાં દરરોજ બે હજારથી પચ્ચીઓ ગુણીની આવક થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદને કારણે અનેક જગ્યાએ મગફળી સહિતના ખેત પેદાશોનું ઉત્પાદન સારું થયું છે. તેમજ દ્વારકા જિલ્લાના જળાશયો છલોછલ હોય અને જમીનના તરમાં પાણી સારા પ્રમાણમાં હોય ત્યારે ખેડૂતોને ચોમાસુ પાકની વહેંચણી કરીને શિયાળુ પાક વાવણી શરૂ કરી દીધી છે.

ત્યારે ખંભાળિયા યાર્ડમાં ખેત પાકોની સારા પ્રમાણમાં આવક થતા ખંભાળીયા માર્કેટિંગ યાર્ડ છેલ્લા ઘણા સમય બાદ ફરી ધમધમી ઉઠતા વેપારીઓ અને દલાલોમાં પણ ખુશી જોવા મળી રહી છે. હાલ ખંભાળિયા યાર્ડમાં મગફળીની આવક નોંધપાત્ર થઈ રહી છે. હાલ હમણાં છેલ્લા થોડા દિવસોથી બે હજારથી પચ્ચીસો સુધી ગુણીની મગફળીની દરરોજની આવક થઈ રહી છે. તેમજ કપાસ, જીરું, ધાણા, તલ, મગ, અળદ સહિતના પાકો યાર્ડમાં વહેંચાણ અર્થે આવી રહ્યા છે.

ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય માટે ખેતર ખેડાણ, બીજ બિયારણ લેવા માટે પૈસાની જરૂરિયાત અને લગ્નવાળાની સિઝન નજીક આવતી હોય માટે પૈસાની તાતી જરૂરિયાતને ધ્યાને લઇ મગફળી સહિતના પાકો ટેકાના ભાવે વહેંચવાની રાહ જોવા બદલે વેપારીઓ અને દલાલોને ખેત પેદાશો વહેંચાણ કરી રહ્યા છે. હાલ અત્યારે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ ખેત પેદાશની નોંધપાત્ર આવક થતા યાર્ડ ધમધમી ઉઠતા યાર્ડમાં કમિશન એજન્ટો, વેપારી અને દલાલોમાં સારા વેપારની આશા સાથે આનંદની લાગણી ઉઠવા પામી છે.

ખંભાળિયા યાર્ડમાં ખેતપેદાશોના ભાવ

મગફળી

900થી 1100

કપાસ

1450થી 1705

જીરૂ

2450થી 2900

ધાણા

1250થી 1410

તલ

2050થી 2210

મગ

1200થી 1350

અળદ

1150થી 1330

ચણા

810થી 950

ઘઉં

390થી 408

અન્ય સમાચારો પણ છે...