તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ભક્તિ:ભાટિયામાં શ્રાવણી સોમવારે રામેશ્વર મહાદેવને 20 કિલો ફૂલનો શણગાર

ભાટિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર સોમવારે એક ભાવિક એકલા હાથે મણથી વધુ ફૂલોથી કરે છે સુશોભન

ભાટીયા ગામે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ અનેક ભાવિકો દેવા ધિ દેવ રામેશ્વર મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવવા આવે છે.પાવન માસમાં એક ભાવિક દર સોમવારે એક મણથી વધુ ફુલો સાથે શિવ લીંગનો વિશિષ્ટ શણગાર કરે છે જેના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવિકગણ ઉમટે છે.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે દ્વારકાધિશ સોસાયટી ખાતે રામેશ્વર મંદિરમાં અનેક ભકતો આસ્થાથી દર્શને જતા હોય છે. જો કે, સમગ્ર ભાટીયા શહેર શ્રાવણ મહિનો આવતા જ મહાદેવ ભકિતમાં તરબોળ થઈ જતુ હોય છે.ખુબ જ મહેનતથી સજાવવામાં આવે છે.

આ જ રીતે રામેશ્વર મહાદેવ મંદિરે એક શિવભકત પોતે એકલા હાથે 20થી 25 કિલો જેટલા વિવિધ ફુલોથી કલાકોની જહેમત લઈ અને અલગ અલગ ડીઝાઈન ઉભી કરી શિવલિંગ તથા આસપાસના પરથાળને રંગબેરંગી ફુલોથી સજાવે છે. તેઓ આ એક જ સોમવાર નહી પરંતુ દરેક વર્ષે શ્રાવણી સોમવારના આ રીતે શણગાર કરી મહાદેવને રીઝવે છે અને ભકતગણને પણ આ શણગાર ખુબ રૂચે છે.

અન્ય સમાચારો પણ છે...