આરોગ્ય તંત્રમાં દોડધામ:ખંભાળિયામાં સેન્ટ કર્વે સ્કૂલની ધો.10ની છાત્રા સહિત 2 પોઝિટિવ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકાદ સપ્તાહના વિરામ બાદ ફરી એક સાથે બે વ્યક્તિ સંક્રમિત જાહેર થતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ
  • બંને લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે: શાળા 8 દિવસ માટે બંધ કરાઈ, શાળાના સ્ટાફગણના ટેસ્ટીંગ માટે કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર માસના લાંબા વિરામ પછી ગત સપ્તાહમાં બે પોઝીટીવ કેસ નોંધાયા હતા.જોકે,ત્યારબાદ વિરામ પછી શનિવારે ફરી વધુ બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે જેમાં ખંભાળીયા શહેરના રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ કર્વે સ્કૂલમાં ધો-10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની રેપીડ ટેસ્ટમાં કોરોનાં પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સ્કૂલ 8 દિવસ માટે બંધ રાખવા માટે આદેશ કરાયો છે. જયારે વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલ શિક્ષક સહિતના લોકોના કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉપરાંત વિદ્યાર્થીનીના દાદીમાં પણ કોરોનાં પોઝિટિવ આવ્યાનું બહાર આવ્યું છે. ઉપરોક્ત બન્ને લોકોના RTPCR ટેસ્ટ પણ કરવામાં આવનાર છે. હાલ શહેરમાં વિદ્યાર્થીની પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ વિદ્યાર્થીની એક લગ્ન પ્રસંગમાં ગઈ હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સંપર્કોના લિસ્ટ મેળવી ટેસ્ટિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહે પણ બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

વિદ્યાર્થિનીના સંપર્કમાં આવેલા છાત્રોને જાણ કરાઈ
સેન્ટ કર્વે સ્કૂલના એચ.ઓ.ડી. સોનરાત રણજીતભાઈ કરશનભાઇએ જણાવ્યું હતુ કે,આ બાબત ધ્યાને આવતા વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી છે અને આગામી 26 ડિસેમ્બર સુધી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. સ્કૂલના શિક્ષકો સહિત સ્ટાફના કોરોનાં માટે ટેસ્ટ સહિત કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

શાળા સેનેટાઈઝ કરી ગાઈડલાઈન પાળવા સૂચના
જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર જણાવ્યું હતું કે એક અઠવાડિયા સુધી શાળા બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને સ્કૂલને સેનેટાઈઝ તેમજ શિક્ષકોના કોરોનાં ટેસ્ટિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથો સાથ અન્ય સ્કૂલોને પણ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા ખાસ સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...