ડ્રગ્સકાંડ:નાઈજીરિયન સહિત 2 આરોપી જેલ હવાલે

ખંભાળિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં ધકેલાયા, ડ્રગ્સની ખરીદી અને હેરાફેરીમાં ભૂમિકા ખુલી’તી

દેવભૂમિના સલાયા અને વાડીનાર પંથકમાંથી અંદાજે 315 કરોડની કિંમતના 63 કિલો ડ્રગ્સ પ્રકરણમાં પોલીસે દિલ્હીથી પકડી પાડેલા નાઇજિરિયન સહિત બે આરોપીના પાચ દિવસ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે.પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે હેરોઇન અને એમડીડ્રગ્સનો 215 કરોડથી વધુની કિંમતનો જથ્થો પકડી પાડી મુંબઈથી આવેલ શેહઝાદ અને સલાયાના આરોપીઓ સલીમ કારા તથા અલી કારા પકડી પાડયા હતા.

જે બાદ રૂપેણ બંદરેથી ફારૂકી બોટમાં પાકિસ્તાની બોટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી સલાયા લઈ આવનાર સલીમ ઉંમર જુસબ જશરાયા અને ઈરફાન ઉંમર જુસબ જશરાયાને દબોચી લીધા હતા. જે પાંચેય આરોપીઓના રિમાન્ડ મેળવી સમગ્ર મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ પુર્ણ થતા પાંચેયનેે જેલ હવાલે કરાયા હતા.

પોલીસે તપાસમાં વધુ બે આરોપીના નામ સામે આવતા પોલીસે જથ્થાની ખરીદીમાં મહત્વનો ભાગ ભજવનાર નાઈજીરીયન ચિજીઓકે અમિસ પૌલ ન્વગબરા રહે.નાઈજીરીયન અને ડ્રગ્સની હેરાફેરી કરનાર આમીન ઓસમાણ આમલદ સેતાને ઝડપી પાડીપાચ દિવસ રિમાન્ડ પર વધુ તપાસ હાથ ઘરી હતી. જે બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરાતા બંનેને જેલ હવાલે કરવાનો હુકમ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...