તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખંભાળિયા-કલ્યાણપુર પંથકમાં જુગાર રમતા 18 ઝડપાયા, 3 ફરાર

ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ અને મોબાઈલ સહિત અડધા લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ખંભાળિયા-કલ્યાણપુર પંથકમાં જુદા જુદા જુગાર દરોડામાં પોલીસે અઢાર શખ્સોને પકડી પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ.48 હજારથી વધુની મત્તા કબજે કરી હતી.ખંભાળીયા વિસ્તારમાં પોલીસે જુગાર રમતા ઈસમો વશરામ જેઠાભાઇ વારસાખિયા, અરવિંદ લાખાભાઈ વારસાખિયા, મેઘા હીરાભાઈ પરિયા, નારણ રામાંભાઈ જોડ, મંગા હીરાભાઈ પારીયાને પોલીસે રેઇડ દરમ્યાન રોકડા રૂ.5,090 તથા 3 મોબાઈલ સહિત કુલ રૂ.6,590ની મત્તા સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર પંથકમાં જુગાર અંગેના ત્રણ દરોડા પાડી જુગાર રમતા ઈસમો હરદાસ ભોજાભાઈ સંધિયા, રાણા આશાભાઈ સંધિયા, દિલીપ રાયદેભાઈ ચાવડા, વેજાણંદ વજસી ચાવડાને પોલીસે રોકડા રૂ.11,320 તેમજ હેમંત દેવાભાઈ માડમ, દેવા દેવશીભાઈ આંબલીયા, વજુ વિરાભાઈ ભાદરકા, પરબત રામભાઈ આંબલીયા, નથુ માલદેભાઈ કરમુર, રામદે પરબતભાઇ વરૂને પોલીસે રોકડા રૂ.15,720 તેમજ દિલીપ પાલાભાઈ વરવારીયા, સામત મેરામણભાઈ લગારીયા, મહેશ મુરૂભાઈ ચાવડાને પોલીસે રોકડા રૂ.14,970ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે દરોડા વેળા જીવા કેશુરભાઈ ગોજીયા, ગોગન રામદેભાઈ ગોજીયા, જીવા કેશુરભાઈ ગોજીયા નાશી ગયા હોવાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...