તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામસલાયામાં પોલીસ પર હુમલા પ્રકરણમાં 17 આરોપી જેલ હવાલે

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે મંડળી રચી હુમલાનો 5 હજારના ટોળા સામે ગુનો નોંધાયો’તો

સલાયામાં મહોરમના તહેવાર સમયે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણમાં પોલીસ પર હુમલાપ્રકરણમાં બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા,જયારે રોકડ,સરકારી કાગળોની ચોરી,વાહનોમાં નુકશાન અંગે પોલીસે પંદર નામ જોગ સહિત પાંચેક હજારના ટોળા સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે સતર આરોપીને પકડી કોર્ટમાં રજુ કર્યા બાદ તમામને જેલહવાલે કરાયા હતા.

જિલ્લા પોલીસવડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, પી.આઈ. ચાવડા સહિત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી તથા સ્થાનિક પોલીસની જુદી જુદી ટિમો દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસણી સહિતની કામગીરી હાથ ધરી મંગળવાર સુધીમાં 17 આરોપીઓ આમીન ઉર્ફે ચકલી મીંડી જાવીડ કાદરી સયૈદ, મેહુબુબ ફારૂકભાઇ ગજણ, આબીદ તાલબભાઇ ભોકલ, ફિરોજ અનવર ગજણ, ગુલામ ઉમરભાઇ ભગાડ, અબ્દુલ કરીમ સલીમભાઇ ભગાડ, અકરમ રજાક ઇશાક સંઘાર, ઇબ્રાહીમ અસગર સુંભણીયા, જમીર આદમ કારા, મોસીન સીદીક ગંઢાર, મેહબુબ ઇશાક સંઘાર, ઇરફાન ઓસમાણ ભગાડ, બિલાલ નુરમામદ લોરૂ, ઇકબાલ મામદ રાજા, સીરાજ નુરમામદ સુંભણીયા, અકબર ઉમર ગંઢાર, સાહીજ આદમ સંઘારની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...