તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પોલિટીકલ:ખંભાળિયામાં 28માંથી 16 અનામત, 12 સામાન્ય બેઠક

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 મહિલા બેઠક, અનુસૂચિત જાતિની 2, પછાત વર્ગની 3 બેઠક અનામત

રાજયની અન્ય નગરપાલિકાની સાથે ખંભાળિયા નગરપાલિકાની બેઠકોનું નવું રોટેશન જાહેર થતાં નગરપાલિકામાં 28 માંથી 16 અનામત અને 12 સામાન્ય બેઠક રહેશે. નવા રોટેશનમાં 14 મહિલા બેઠક અને અનુસૂચિત જાતિની 2, પછાત વર્ગની 3 બેઠક અનામત રહેશે. સામાન્ય ચૂંટણીનું નવું સીમાંકન જાહેર થતાં ચૂંટાયેલાં સભ્યો ધંધે લાગ્યા છે.

રાજયના ચૂંટણીપંચ દ્વારા ખંભાળિયા નગરપાલિકા 2011ની વસ્તી ગણતરીની કુલ સંખ્યા 41734ને ધ્યાને રાખીને કુલ સાત વોર્ડ 28 બેઠક નક્કી કરવામાં આવી છે. જેમાં 14 બેઠક સ્ત્રી અનામત રહેશે. તેમજ અનુસૂચિત જાતિ માટે 2 અનામત રહેશે. તે પૈકી 1 સ્ત્રી બેઠક અને અનુસૂચિત અને પછાત વર્ગ માટે 3 અનામત પૈકી 2 સ્ત્રી બેઠક રહેશે. કુલ 16 બેઠકો અનામત અને 12 સામાન્ય બેઠક રહેશે. ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીનો સમય પૂર્ણતાને આરે હોય અને નજીકના ભવિષ્યમાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય ત્યારે નવું સીમાંકન જાહેર થતા ખંભાળિયા રાજકારણમાં ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે તો બેઠકોમાં ફેરફાર થતાં ચૂંટાયેલા સભ્યો ધંધે લાગ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો