તસ્કરી:વીજ ટાવરોમાં 1.47 લાખનો સામાન ચોરાયો

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળીયા તાલુકામાં વીજ સપ્લાય માટે જેટકો કંપની દ્વારા ઉભા કરવામાં આવેલ વીજપોલમાંથી આશરે રૂ.1,47,500ના મુદ્દામાલની ચોરી થવા સબબ ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી છે. ગત તા.15-08 પછીના સમયગાળા દરમ્યાન ખંભાળીયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જેટકો કંપની દ્વારા ઉભા કરવામાં આવેલા ઇલેક્ટ્રિક વિજપોલમાં લગાવવામાં આવેલા લોખંડના એંગલ તેમજ નટબોલ્ટ મળી કુલ રૂ.1,47,500ના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જતા આ સમગ્ર મામલે ખંભાળીયા પોલીસે કૌશિકભાઈ ભટ્ટચાર્યની ફરિયાદ પરથી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...