હડતાલ:ખંભાળિયા-ભાણવડમાં વિવિધ માંગણી મુદ્દે 130 બહેનો હડતાલ પર

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ અણઉકેલ માંગણી પ્રશ્ને કલેક્ટરને આવેદન પાઠવાયું

ખંભાળીયા અને ભાણવડ તાલુકાના આશાવર્કર અને આશા ફેસીલીએટર બહેનો દ્વારા ફિક્સ પગાર, કાયમી કરો સહિતની માંગણીઓ સાથે કલેક્ટર અને તાલુકા હેલ્થ ઓફિસરને લેખિતમાં આવેદન પાઠવ્યુ હતુ. ઉપરાંત 130 જેટલા બહેનો હડતાલ પર ઉર્તયા હતા.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા અને ભાણવડ તાલુકાના આશા વર્કર અને આશા ફેસીલીએટર બહેનો દ્વારા વિવિધ મુદ્દે કલેક્ટર અને તાલુકા હેલ્થ ઓફિસરને લેખિત રજુઆત કરી હતી કે છેલ્લા બે વર્ષથી કોરોનાના સમયમાં રજાઓમાં સતત જોખમી કામગીરી કરેલ છે.

વેકસીનેશન, ટેસ્ટિંગ, સર્વે સહિતની કામગીરી સવારે 9 વાગ્યાથી સાંજના મોડે સુધી બજાવી છે. પરંતુ 2020 પછી સરકારે જાહેર કરેલુ આશાના માસિક રૂ. એક હજાર,ફેસીલીએટરના પાંચસો રૂપિયા છેલ્લા દસ મહિનાથી વધુ સમયથી ચૂકવાયેલ નથી. તેમજ આશાને માત્ર દૈનિક રૂ.33 અને ફેસીલીએટરને માત્ર દૈનિક રૂ.17 અપાય છે.

આ એરિયર્સ સાથે દૈનિક 300 ચુકવવામાં આવે, તેમજ કેરલા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની જેમ વારિયર્સ જાહેર કરીને દસ હજાર વિશેષ કોરોના માનદ વેતન જાહેર કરવામાં આવે તેમજ કોરોન્ટાઇનનો ખર્ચ, વિમા સુરક્ષા કવચ, તેમજ દરેક શનિવારના મિટિંગના પૈસા ચુકવવામાં, અને ગમે તે સમયે બોલાવવાનું બંધ કરી કોઈ સમય નક્કી કરવામાં આવે, કોરોના સંક્રમણથી અવસાન થયેલ છે. તેના વારસદારને નક્કી કરાયેલ વળતર તાત્કાલિક ચુકવવામાં આવે, તે સહિતના મુદ્દે લેખિત પત્ર પાઠવી મંગળવારથી ખંભાળીયા -ભાણવડ તાલુકાની 130 બહેનો હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...