તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખંભાળિયાના ભરાણામાં જૂથ અથડામણ પ્રકરણમાં 13 આરોપી સકંજામાં સપડાયા

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેક્સિનેશન કેન્દ્ર ખાતે રસી માટે લાઈનમાં ઉભા રહેવા મામલે સર્જાઇ બબાલ
  • રાયોટિંગ સહિતની કલમ હેઠળ સામસામી ફરિયાદ,અન્ય આરોપીની શોધખોળ

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગુરૂવારે વેકસીનેશનની કામગીરી દરમિયાન લાઇનમાં ઉભા રહેવા બાબતે બોલાચાલી બાદ બે જુથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં વાડીનાર પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ સામસામા ગુના નોંધ્યા હતા જેમાં 13 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.ખંભાળીયાના વાડીનાર નજીક ભરાણા ગામે વેકસીન કેન્દ્ર પર વેકસીન લેવાની લાઈનમાં ઉભા રહેવા બાબતે બે યુવાન વચ્ચે માથાકૂટ થઈ હતી. જે આ મામલો ઉગ્ર બન્યો હતો જેમાં બન્ને જુથ સામ સામે આવી જતા 10 જેટલા લોકોને નાની મોટી ઇજા થઈ હતી.

બનાવના પગલે જિલ્લાભરની પોલીસ ભરાણા ગામે દોડી જઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી. આ જુથઅથડામણમાં ઘવાયેલા લોકોને ખંભાળીયા જનરલ હોસ્પિટલ તેમજ જામનગર સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે બંને પક્ષોની સામસામી ફરીયાદના આધારે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુના નોંધ્યા હતા. જેમાં ફરિયાદી અશપાલ જાડેજાએ મજીદ ભાયા, અયુબ ભાયા, તાલાબ ભાયા, કરીમ મુસા, જુનસ મુસા, મજલો, મામદ અલી, મઝાત સહિત કુટુંબી મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામા પક્ષે મજીદ ભાયાએ પણ અશપાલસિંહ જાડેજા, જોરૂભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, નવલસિંહ સોઢા, માનસંગ જાડેજા તથા અશપાલસિંહ જાડેજાની માતા સામે ફરિયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ વાડીનાર પી.એસ.આઈ કે.એન.ઠાકરિયા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં બન્ને પક્ષોના ઉપરોક્ત આરોપીઓમાંથી 13 જેટલાં આરોપીઓની અટક કરી કોવિડ ટેસ્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.જયારે બાકીના આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ આગળ ધપાવી છે.

અન્ય સમાચારો પણ છે...