સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ફળશ્રૃતિ:દેવભૂમિ જિલ્લામાં 12,844 મતદારોનો ઉમેરો થયો: 5,679 મતદારોના નામ કમી

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જિલ્લામાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ
  • ખંભાળિયા તાલુકામાં ૭,૫૪૯ અને દ્વારકા તાલુકામાં પણ૫૨૯૫ મતદારો ઉમેરાયા

દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત તા. ૦૫/૦૧ના મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરાઇ છે. જિલ્લાના ૬૫૮ મતદાન મથકો પર મોટી સંખ્યામાં લોકોએ મતદારયાદીમાં પોતાના નામ સરનામામાં ફેરફાર તેમજ નવયુવાન મતદારો પોતાના નામ ઉમેરવા કાર્યવાહી કરી હતી.જિલ્લામાં ૩૩,૦૫૭ ફોર્મસ મેળવવામાં આવ્યા હતા.ખંભાળિયામાં ૯૯૩૬ મતદારો તથા દ્વારકામાં ૮૫૮૭ મતદારોના નામ ઉમેરવા માટે કુલ ફોર્મ ૧૮૫૨૩ મળેલ હતા. જ્યારે ખંભાળિયામાં ૨૩૮૭ અને દ્વારકામાં ૩૨૯૨ એમ કુલ ૫૬૭૯ ફોર્મ નામ કમી માટે મળ્યા હતા.

જયારે ૭૨૦ ફોર્મ ઓનલાઈન મળ્યા હતા. ફોર્મ નં.૬ ના ૧૮૫૨૩ મળેલ ફોર્મ પૈકી ૧૮-૧૯ વયજૂથમાં ૮૭૧૭ જે યુવા મતદાર માટે મળેલ ફોર્મ નં.૬ના ૪૬.૬૫% થાય છે. તમામ નવા મતદારોને ચુંટણી પંચ દ્વારા ચુંટણી ઓળખકાર્ડ આપવામાં આવશે. જે આગામી વિધાનસભા સામાન્ય ચુંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

આ ઝુંબેશ દરમિયાન GARUDA Application માં ફોર્મ નં ૬, ૭, ૮, ૮-કની કુલ ૧૪૭૮૪ ફોર્મની એન્ટ્રી કરાઇ હતી.તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને ચૂંટણી પંચ દ્વારા તા.૦૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી છે. જેમાં કુલ ૧૮૫૨૩ મતદારોનો ઉમેરો થયેલ અને ૫૬૭૯ મતદારો કમી થયા છે.આમ, જિલ્લામાં કુલ ૧૨૮૪૪ મતદારોનો વધારો થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...