તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:ખંભાળિયા-ભાણવડમાં બે સ્થળે જુગટુ રમતા 10 ઝબ્બે

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા દરોડામાં રોકડ સહિત રૂા.29 હજારની માલમત્તા કબજે

ખંભાળિયાના શિરૂ તળાવ વિસ્તારમાં મોબાઈલ ફોન મારફતે લુડો ગેમ્સનો જુગાર રમી એક ગેમ્સના રોકડાનો જુગાર 300ની શરત લગાવી જે ગેમ્સમાં સૌથી છેલ્લે રહે તેને જે પ્રથમ જીતે તેને શરતના પૈસા આપવાની શરતે પૈસાની હારજીતનો જુગાર રમવા અંગે પોલીસે દેવા જોડ, ભરત વારસાખીયા, પબા વારસાખીયા, વસરામ વારસાખીયાને રોકડ અને મોબાઈલ સહિત રૂ. 17,730ના મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. ભાણવડમાં પોલીસે ગંજીપત્તા વડે જુગાર રમવા અંગે મુકેશ દાનાભાઇ સાગઠિયા, આમદ બોદુભાઈ સેતા, રફીક ઇબ્રાહિમભાઈ સેતા, અહેમદ અજીજભાઈ બ્લોચ અને હુસેન જુમાભાઈ હીંગોરાને પકડી પાડી રોકડ કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...