તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુને પોલીસે બચાવી લીધા:ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરાયેલા 10 અબોલ પશુને બચાવાયા

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાણવડના બાકોડીના 2 સામે ગુનો નોંધાયો
 • ઘાસ વગર દોરડા બાંધી વાહનમાં ભર્યા હતા

ખંભાળિયા પાસે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરાયેલા 10 પશુને પોલીસે બચાવી લીધા છે. ઘાસ, પાણીની વ્યવસ્થા વગર વાહનમાં દોરડા બાંધીને અબાેલ પશુઓને લઇ જતાં ભાણવડ તાલુકાના બાકોડી ગામે રહેતા બે શખસો સામે પોલીસે પાણી કુરતા નિવારણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખંભાળીયાથી દ્વારકા તરફ જતા ધોરીમાર્ગ પર કુવાડિયાના પાટિયા પાસે શનિવારે ભાણવડ તાલુકાના બાકોડી ગામે રહેતા પ્રવીણભાઈ ભીખાભાઇ ચૌહાણએ પોતાની આઇસર ટ્રક જી.જે.37.ટી.2789માં 9 ભેંસ તથા એક પાડરડું ભરી તેના પગમાં તથા મોઢાના ભાગે સુતરની દોરી વડે બાંધી ભેંસો ખીચોખીચ ભર્યા હતાં. આટલું જ નહીં પશુ માટે પાણી તથા ચારાની વ્યવસ્થા ન રાખી હલન-ચલન ન કરી શકે તેમ ભેંસ ક્રૂરતાપૂર્વક ભરીને બાકોડી ગામના પરબતભાઇ જેઠાભાઇ છૈયાના ઘરે લઈ જતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી પશુને બચાવી બન્ને શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો